પોલીસ ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ!

તારીખ 12-05-2025 થી અમે અમારી ટેલિગ્રામ ચેનલ પર દરરોજ 20 પ્રશ્નોની PDF અપલોડ કરવાનું શરૂ કરી રહ્યા છીએ. આ ફ્રી મટીરીયલનો લાભ લેવા અને તમારી તૈયારીને મજબૂત બનાવવા માટે આજે જ અમારા ગ્રુપમાં જોડાઓ.

GPRB/202526/1 📋 Call Letter / Admit Card PSI Exam: 19 April 2026

Gujarat Police PSI Call Letter 2026 Download Admit Card | Exam 19 April

GPRB PSI Cadre (જાહેરાત ક્રમાંક: GPRB/202526/1) ની પ્રાથમિક પરીક્ષા 19 એપ્રિલ 2026 (રવિવાર) ના રોજ યોજાશે. ઉમેદવારો OJAS વેબસાઈટ પરથી કોલ લેટર (એડમિટ કાર્ડ) ડાઉનલોડ કરી શકે છે. આ પેજ પર કોલ લેટર ડાઉનલોડ લિંક, પરીક્ષા સૂચનાઓ, અને તૈયારી માટે જરૂરી તમામ માહિતી ઉપલબ્ધ છે.

Exam Date
19 Apr '26
Sunday
Total Posts
858
PSI Cadre
Total Marks
200
200 MCQs
Duration
2 Hours
120 Minutes

PSI Call Letter Download / PSI કોલ લેટર ડાઉનલોડ

📢 મહત્વપૂર્ણ: Gujarat Police PSI Cadre (GPRB/202526/1) ની પ્રાથમિક પરીક્ષા 19 એપ્રિલ 2026 (રવિવાર) ના રોજ યોજાશે. ઉમેદવારો OJAS વેબસાઈટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે.

કોલ લેટર પરીક્ષાના 7-10 દિવસ પહેલાં ઉપલબ્ધ થાય છે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે Confirmation Number અને Date of Birth જરૂરી છે.

Gujarat Police PSI Call Letter 2026 - Exam Date 19 April

How to Download Call Letter / કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું

કોલ લેટર ડાઉનલોડ કરવાના Steps

Step 1: OJAS વેબસાઈટ ખોલો

ojas.gujarat.gov.in પર જાઓ

Step 2: "Call Letter / Hall Ticket" ક્લિક કરો

હોમ પેજ પર "Call Letter" અથવા "Hall Ticket" ના બટન પર ક્લિક કરો

Step 3: જાહેરાત પસંદ કરો

Advertisement List માંથી "GPRB/202526/1 - PSI Cadre" પસંદ કરો

Step 4: માહિતી દાખલ કરો

Confirmation Number અને Date of Birth દાખલ કરો

Step 5: Download / Print કરો

કોલ લેટર PDF ડાઉનલોડ કરો અને A4 સાઈઝ પેપર પર પ્રિન્ટ કરો

Note: જો તમને Confirmation Number યાદ ન હોય તો OJAS પર "Forgot Confirmation Number" ઓપ્શન વાપરો. તમારો Registered Mobile Number જરૂરી રહેશે.

Exam Details / પરીક્ષાની વિગતો

વિગત / Detail માહિતી / Info
પરીક્ષાનું નામ PSI Cadre Preliminary Exam 2026
જાહેરાત ક્રમાંક GPRB/202526/1
પરીક્ષા તારીખ 19 April 2026 (Sunday)
પરીક્ષા સમય Paper 1 (3 Hours), Paper 2 (3 Hours)
કુલ માર્ક્સ 300 Marks
પરીક્ષા પેટર્ન Objective (MCQ) & Descriptive
નેગેટિવ માર્કિંગ 0.25 Marks (Paper 1 Only)
પરીક્ષાનું માધ્યમ Gujarati & English
કુલ જગ્યાઓ 858 Posts (PSI Cadre)

PSI Cadre Posts: Unarmed PSI, Armed PSI (Male), Armed PSI (Female), Intelligence Officer, Assistant Jailor — કુલ 858 જગ્યાઓ.

Exam Instructions / પરીક્ષા સૂચનાઓ

📌 રિપોર્ટિંગ સમય

ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર સવારે 9:30 વાગ્યે હાજર થવાનું રહેશે. પરીક્ષા 11:00 AM થી શરૂ થશે. મોડા આવનાર ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવશે નહીં.

🚫 પ્રતિબંધિત વસ્તુઓ

  • મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, ઈલેક્ટ્રોનિક ડિવાઈસ
  • કેલ્ક્યુલેટર, પ્રોગ્રામેબલ ડિવાઈસ
  • પુસ્તકો, નોટ્સ, લખાણવાળા કાગળ
  • બેગ, પર્સ, વોલેટ (પરીક્ષા હોલ બહાર રાખવા)
  • ખાવાના પેકેટ, પાણીની બોટલ (transparent bottle allowed)

✅ OMR Sheet સૂચનાઓ

  • OMR Sheet પર માત્ર બ્લુ/બ્લેક બોલ પેન જ વાપરો
  • OMR Sheet પર વધારાનું કશું લખશો નહીં
  • બબલ સંપૂર્ણ ભરો — અધૂરા બબલ read થશે નહીં
  • OMR Sheet ફાડશો અથવા ફોલ્ડ કરશો નહીં
  • Whitener અથવા correction fluid વાપરશો નહીં

Exam Day Checklist / પરીક્ષા દિવસ ચેકલિસ્ટ

✅ ફરજિયાત લઈ જવાની વસ્તુઓ

  • પ્રિન્ટેડ કોલ લેટર (A4 સાઈઝ)
  • ફોટો ID Proof — Aadhar Card / Pan Card / Driving License (Original)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો — 2 નંગ (તાજેતરના)
  • બ્લુ/બ્લેક બોલ પેન — 2-3 નંગ
  • કોલ લેટર પર ચોંટાડેલ ફોટો (if specified)

💡 વધારાની ટિપ્સ

  • પરીક્ષા કેન્દ્રનું લોકેશન અગાઉથી ચેક કરો
  • પરીક્ષાના 1 દિવસ પહેલાં બધું તૈયાર રાખો
  • ટ્રાન્સપોર્ટ અગાઉથી plan કરો
  • આગલી રાત્રે પૂરતી ઊંઘ લો
  • પરીક્ષા માટે comfortable પોશાક પહેરો

Exam Pattern / પરીક્ષા પેટર્ન

  • Total Marks: 300 (Paper 1 + Paper 2)
  • Paper 1: General Studies (MCQ) - 200 Marks
  • Paper 2: Gujarati & English Skills (Descriptive) - 100 Marks
  • Negative Marking: 0.25 marks for incorrect answers in Paper 1.

Paper 1: Part A (MCQ TEST) - 100 Marks

  • Reasoning and Data Interpretation (50 ગુણ)
  • Quantitative Aptitude (50 ગુણ)

Paper 1: Part B (MCQ TEST) - 100 Marks

(૧) ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન (Constitution of India and Public Administration) (૨૫ ગુણ)
  • ભારતીય બંધારણ – ઉદભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજયનીતિના માર્ગદર્શક સિધ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું
  • સંઘ અને રાજયના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજય વિધાનમંડળ : માળખુ, કાર્યો, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજયપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા
  • સમવાય તંત્ર તથા કેન્દ્ર-રાજય સંબંધો
  • બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્યાયિક સંસ્થાઓ
  • પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ
  • ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ – પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી
  • અમલદારતંત્ર તથા મુલ્કી સેવાઓ
  • કેન્દ્ર અને રાજય સકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો
(૨) ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો (History, Geography, Cultural Heritage) (૨૫ ગુણ)
ઇતિહાસ (History)
  • સિંધુખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌધ્ધ ધર્મ
  • મૌર્ય, ગુપ્ત, મુગલ, મરાઠા તથા અન્ય ભારતીય રાજવંશો
  • ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન, ૧૮૫૭ નો બળવો
  • ભારતની સ્વાતંત્રતા ચળવળ, ૧૯ મી તથા ૨૦ મી સદીમાં સુધારા આંદોલનો
  • ગુજરાતના રાજવંશો, કલા અને સંસ્કૃતિ
ભૂગોળ (Geography)
  • સામાન્ય ભૂગોળ: સૂર્યમંડળ, પૃથ્વી, વાતાવરણ, આબોહવા
  • ભૌતિક ભૂગોળ: ભારત અને ગુજરાતના સંદર્ભમાં પ્રાકૃતિક વિભાગો, કુદરતી આફતો, વનસ્પતિ
  • સામાજિક ભૂગોળ: વસ્તી, સાક્ષરતા, જનજાતિઓ
  • આર્થિક ભૂગોળ: કૃષિ, ઉદ્યોગ, પરિવહન
સાંસ્કૃતિક વારસો (Cultural Heritage)
  • ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો: કળા, સાહિત્ય, શિલ્પ
  • આદિવાસી જનજીવન, મેળા, ઉત્સવો
  • ગુજરાતી સાહિત્ય અને તીર્થસ્થળો
(૪) પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર (Environment, Science and Tech and Economics) (૨૫ ગુણ)
પર્યાવરણ (Environment)
  • પર્યાવરણને લગતા મુદ્દાઓ, કાયદા, કલાઈમેટ ચેન્જ, બાયોડાયવર્સિટી
  • પ્રદૂષણ: પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર
  • રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણો
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science & Tech)
  • ઈન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT), સાયબર સિકયુરીટી
  • ભારતીય અંતરીક્ષ કાર્યક્રમ (ISRO), DRDO, સેટેલાઈટ
  • ઉર્જા નીતિ અને પરમાણુ નીતિ
અર્થશાસ્ત્ર (Economics)
  • ભારતીય અર્થતંત્ર, નીતિ આયોગ, GST
  • કૃષિ ક્ષેત્ર, હરિત ક્રાંતિ, ખાદ્ય સુરક્ષા
  • ગુજરાતનું અર્થતંત્ર, સહકારી ક્ષેત્ર
(૩) વર્તમાન પ્રવાહો તથા સામાન્ય જ્ઞાન (Current Affairs and General Knowledge) (૨૫ ગુણ)

Paper 2: Descriptive (100 Marks)

Part A: Gujarati Language Skill (૫૦ ગુણ)
  • નિબંધ (Essay) (૩૦ ગુણ): આપેલ ૫ વિષયોમાંથી કોઈ એક પર ૩૫૦ શબ્દોનો નિબંધ.
  • સંક્ષિપ્તીકરણ (Precis) (૧૦ ગુણ): આપેલ ગદ્યખંડનું ૧/૩ ભાગમાં સંક્ષિપ્તીકરણ.
  • ગદ્યસમીક્ષા (Comprehension) (૧૦ ગુણ): ફકરા પરથી પ્રશ્નોના જવાબ.
  • અહેવાલ લેખન (Report) (૧૦ ગુણ)
  • પત્રલેખન (Letter) (૧૦ ગુણ)
Part B: English Language Skill
  • Precis Writing (10 marks): Summarize in 1/3rd length.
  • Comprehension (10 marks): Answer questions based on passage.
  • Translation (10 marks): Gujarati to English.

FAQ / વારંવાર પૂછાતા પ્રશ્નો

1. PSI કોલ લેટર 2026 ક્યારે આવશે?

GPRB PSI Cadre (Advt. GPRB/202526/1) ની પરીક્ષા 19 એપ્રિલ 2026 છે. કોલ લેટર સામાન્ય રીતે પરીક્ષાના 7-10 દિવસ પહેલાં OJAS વેબસાઈટ પર ઉપલબ્ધ થાય છે. અંદાજે 9-10 એપ્રિલ 2026 સુધીમાં જાહેર થવાની શક્યતા છે.

2. PSI કોલ લેટર 2026 કેવી રીતે ડાઉનલોડ કરવું?

OJAS વેબસાઈટ (ojas.gujarat.gov.in) પર જાઓ → Call Letter/Hall Ticket ક્લિક કરો → Confirmation Number અને Date of Birth દાખલ કરો → Download/Print કરો.

3. PSI પરીક્ષામાં શું લઈ જવું?

ફરજિયાત: (1) પ્રિન્ટેડ કોલ લેટર, (2) ફોટો ID (Aadhar/Pan/Driving License), (3) પાસપોર્ટ સાઈઝ ફોટો 2 નંગ, (4) બ્લુ/બ્લેક બોલ પેન.

4. PSI પરીક્ષા 2026 કેટલા માર્ક્સની છે?

PSI Cadre સીધી ભરતીની પરીક્ષા 300 માર્ક્સની છે, જેમાં Paper 1 (200 માર્ક્સ, 3 કલાક) અને Paper 2 (100 માર્ક્સ, 3 કલાક) લેવાશે. Paper 1 માં નેગેટિવ માર્કિંગ 0.25 છે.

5. Confirmation Number ભૂલી ગયો/ગઈ છું, શું કરવું?

OJAS વેબસાઈટ પર "Forgot Confirmation Number" ઓપ્શન ઉપલબ્ધ છે. તમારો Registered Mobile Number અને અન્ય details દાખલ કરી Confirmation Number મેળવી શકો છો.

6. પરીક્ષામાં મોડા આવવાથી શું થાય?

રિપોર્ટિંગ ટાઈમ સવારે 9:30 છે. ગેટ ક્લોઝ થયા પછી કોઈપણ ઉમેદવારને પ્રવેશ મળશે નહીં. સમયસર પહોંચવું ફરજિયાત છે.

7. PSI પરીક્ષા 2026 ના પરિણામ ક્યારે આવશે?

PSI Cadre પ્રાથમિક પરીક્ષા (19 April 2026) ના પરિણામ સામાન્ય રીતે 30-45 દિવસ પછી GPRB ની વેબસાઈટ પર જાહેર થાય છે.

V

Vijay

Founder & Content Strategist

Vijay is a dedicated founder of PSI Constable Test. With years of experience in analyzing Gujarat Police recruitment trends, he provides accurate exam updates, study strategies, and high-quality mock tests to help aspirants succeed.